વલસાડમાં ૮ કલાકમાં ૧૫.૯૪ ઇંચ વરસાદ

વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદી ઝાપટા બાદ મોડી રાત્રે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ કપરાડા અને મહારાષ્ટ્ર બોર્ડરમાં રાત્રે ૧૨ વાગ્યાથી સવાર ૮ વાગ્યા સુધી ૧૫.૯૪ ઇંચ વરસાદ ખાબકી ચૂકયો છે.

ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબનડેમમાં પાણી ૯ લાખ કયુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ૮ કલાકમાં કુલ મધુબનડેમ ૭ દરવાજા ૨ મીટરે ખોલાયા છે. તો ડેમમાંથી ૯ લાખ કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ કારણે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક NDRF ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો બીજી તરફ, અધિકારીઓને હેડકવાટર્સ ન છોડવાની સૂચના અપાઈ છે.

વલસાડ શહેરમાં ૬.૫ ઇંચ અને કપરાડા તાલુકામાં ૬ ઇંચ વરસાદ ખાબકી ચૂકયો છે. ત્યારે આજે પણ સવાર બાદ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે વલસાડ શહેરના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *