અમદાવાદ શહેરમાં આવેલા ઇસનપુર વિસ્તારમાં બે ઈસમો વધારે રૂપિયા ની લાલચ મા આવીને તેઓ કામ કાજ કરવાની જગ્યાએ તેઓ શોર્ટકટ મારવા ગયા. તેમને લાગ્યું કે આ રસ્તે થઈ વધુ અને ઝડપી પૈસા મળશે એટલે તેમણે નકલી નોટ બનાવવાનું શરૂ કર્યું. ઈસમો નકલી નોટ બનાવવા એક ઘરમાં ખાનગી રીતે કોમ્પ્યુટર , પ્રિન્ટર ઉપયોગ કરીને નકલી નોટો છાપતા હતા અને નોટો બનાવવાના કાગળો સાથે અંદાજે 2.32 લાખ ની નકલી ચલણી નોટો અને કોમ્પ્યુટર, પ્રિન્ટર કબ્જે કર્યા હતા.
અમદાવાદ ની SOG પોલીસ ની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. અત્યાર સુધી કેટલી નકલી નોટો છાપી છે. અને કોને આપતા હતા નોટો ના કાગળો ક્યાંથી લાવ્યા હતા તેની વધુ તાપાસ માટે તેની સધન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે.