ચોમાસું વેકેશન પૂર્ણ થતા ગિરનાર અને ગીર અભયારણ્ય ખુલશે. સાસણના ૧૭૮ ગાઈડ, ૭૦ જિપ્સી પરિવારોને ફ્રી શરુ થશે રોજગારી. કોરોનાના બે વર્ષ બાદ રેગ્યુલર રીતે શરુ થયેલ ગીર અભ્યારણ્ય અને ગિરનાર અભ્યારણ્ય હાલમાં સિંહોના ચોમાસાના ચાર મહિના વેકેશનના લીધે બંધ છે, જે બંને અભ્યારણ્યમાં ૧૬ ઓક્ટોમ્બરથી ફ્રી સિંહદર્શન શરુ થશે. હાલ માત્ર દેવળિયા સફરી પાર્ક અને ધારી આંબરડી પાર્ક જ ખુલ્લા છે. પરંતુ ૧૭ દિવસ પછી પ્રવાસીઓ જંગલમાં વિહરતા સિંહોને નિહાળશે.
વિશ્વ વિખ્યાત સાસણ ગીરનું અભ્યારણ્ય સિંહોના ચાર માસના ચોમાસાના વેકેશન બાદ ફ્રી ખુલશે. જેમાં સરકારની કોરોના ગાઈડ લાઈન સાથે તમામ નિયમોના પાલન કરવામાં આવશે, સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક, સેનીટાઈઝર ફ્રજીયાત છે, સાથે જંગલમાં પ્લાસ્ટિકની બોટલ કે, વેફ્ર પેકેટ લઈ જવા પર પ્રતિબંધ છે. આ તમામ નિયમો સાથે પહેલાની માફ્ક જ પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવશે.