રાજકોટમાં થોડા વરસાદમાં રસ્તાઓ ખાડામાં બદલાય જાય છે. ત્યારે શહેર આખું ખાડામાં હોય તેવા દૃશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યાં છે. બીજી તરફ અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજ અને કિચડ જોવા મળે છે. જેને લઇ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે અને અનેક રજૂઆત છતાં કોઈ ડોકાતું પણ નથી. આવી જ હાલત શહેરના વોર્ડ નં.18માં આવેલી શિવસાગર સોસાયટીની છે. અહીં રસ્તા પર કિચડ જામી જતા લોકો ત્રાસી ગયા છે.
સ્થાનિક લોકોએ આજે થાળી વગાડી વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આવા રસ્તાને કારણે કોઇ મહેમાન પણ ઘરે આવતા નથી. તેમજ મત માગવા આવશો નહીં, પહેલા કામ કરોના દરેક ઘરની બહાર બેનર લગાવવામાં આવ્યા છે. વોર્ડ નં.18માં આવેલી શિવસાગર સોસાયટીમાં સ્થાનિકોએ આજે થાળી વગાડી રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. રહેવાસી વર્ષાબેને જણાવ્યું હતું કે, અહીં વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી. પાંચ દિવસ સુધી ગંદકી આમને આમ છે.