સતત ચાર કલાક સુધી એકધારા વીજળીના ડરામણા કડાકા-ભડાકા સાથે ઈસ્ટ ઝોનમાં 106 મીમી, વેસ્ટ ઝોનમાં 90 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 89 મીમી પાણી ભરાયું છે. અનેક વિસ્તારોમાં ગુંતન ડૂબીજાય તેટલું પાણી ભરાયુ છે આ વખતે સિઝનનો કુલ 47 ઈંચ વરસાદ થયો છે. ફાયર બ્રિગેડની પાંચ ટીમો આખી રાત એલર્ટરહી હતી જેમાં જંગલેશ્ર્વર વિસ્તારમાંથી 125 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું.
ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મધરાત્રે રાજકોટમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘ મહેર થઈ હતી.. એક ધારા ચાર કલાક સુધી સતત વીજળીના કડાકા સાથે સવાર સુધીમાં શહેરમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સવારે 4 વાગ્યે મેઘાએ વિરામ લઈ લેતા તંત્ર સાથે લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. આજે પણ રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.