કચ્છમાં ફરી ધરા ધ્રૂજી છે. કચ્છમાં આજે સવારે 9:02 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધાઇ છે. ભૂકંપનું એપી સેન્ટર રાપર થી 24 કિમિ દૂર નોંધાયું છે. રાહતના સમાચાર એ છે કે, આમાં કોઇ નુકસાન થયું નથી. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ લોકોમાં મનમાં ભય જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે દેશભરમાં 965 ભૂકંપ આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, નવી દિલ્હી સહિત દેશના ઘણા વિસ્તારોમાં કુલ 965 ભૂકંપ આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે દેશની રાજધાની નવી દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં 13 આંચકા અનુભવાયા હતા અને તે બધાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ કરતા વધારે હતી.