દેશમાં કોરોનાની બીજી લહેર ભલે નબળી પડી ગઇ હોય, જોકે હજુ પણ તેનાથી સિૃથતિ કાબુમાં નથી આવી. દેશભરમાં સ્કૂલો ખુલતા જ કોરોના દરેક બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં એક ખાનગી સ્કૂલમાં 32 વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. કોરોનાથી સિૃથતિ કાબુમાં આવ્યા બાદ ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવાની છુટ આપી દીધી હતી. બીજી તરફ ભારતમાં કોરોનાના નવા 26041 કેસો સામે આવ્યા હતા, જે સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા 2,99,620એ પહોંચી ગઇ હતી જે 191 દિવસોમાં સૌથી નીચે છે. બીજી તરફ દેશમાં કોરોનાનો મૃત્યુઆંક 4,47,194એ પહોંચ્યો હતો. જ્યારે વધુ 276 લોકોના મોત નિપજ્યા હતા. જાણકારી અનુસાર કોરોના વિસ્ફોટ જમ્મૂના રાજોરી જિલ્લામાં થયો છે. અહીં એક ખાનગી સ્કૂલના 32 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.