બેટિંગ લેજન્ડ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર લેમલાઈટથી હંમેશા દુર રહેવાનું પસંદ કરે છે. સારાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક તસવીર પોસ્ટ કરી. જે તસવીરમાં સારા કટ બ્લેક સ્લીવલેસ ક્રોપ ટોપ અને પિંક સ્નીકર્સમાં જોવા મળી રહી. સચિન તેંડુલકર અને અંજલી તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર વિશે ખુબ ઓછુ સાંભળવા મળે છે. એટલે જ્યારે પણ તે તેની તસવીર શેર કરે ત્યારે તે સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થતી જોવા મળે છે, ત્યારે તાજેતરમાં પણ કંઈક આવુ જ બન્યુ. સારા તેંડુલકરે એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી, જેમાં તે ફિટનેસ પ્રેરણા (Fitness Motivation) આપતી જોવા મળી રહી છે. સારા એક ડીપ કટ બ્લેક સ્લીવલેસ ક્રોપ ટોપમાં પોઝ આપતી જોવા મળી, સાથે તેના હાથ પર સફેદ સ્માર્ટ ઘડિયાળ અને બ્રેઇડેડ પોનીટેલ હેરસ્ટાઇલ સાથે મેચ કરી રહી છે. આ તસવીર પોસ્ટ(Post) કરીને તેણે કેપ્શનમાં લખ્યુ કે, તેણે પહેરેલી ટાઇટ્સની એથ્લેઇઝર બ્રાન્ડ છે. ફિટ અને ફેબ્યુલસ દેખાતી સારા તેંડુલકર અમને વર્કઆઉટ પહેરવાની પ્રેરણા આપે છે.આ તસવીર હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે