દિલ્લીની કોર્ટમાં ભરદિવસે ગેંગવોરની ઘટના બની છે. દિલ્હીની રોહિણી કોર્ટ પરિસરમાં ગેંગવોરની ઘટનાથી ચરચાર મચી ગઇ છે. કોર્ટ પરિસરમાં આ ઘટના પરિસરમાં રહેલા તમામ લોકોમાં દોડધામ મચી ગઇ હતી. કોર્ટમાં આવેલ બદમાશોએ ગોલી મારીને ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યા કરી છે. આ ગેંગવોરમાં ગોગી સહિત કુલ ચાર લોકો માર્યા ગયા છે. ફાયરિંગમાં 3થી 4 લોકો ઘાયલ પણ થયા છે. સુત્રોના આધારે જાણવા મળ્યુ છે, કે ગોગીને સુનાવણી અંતર્ગત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ગોળી લાગ્યા બાદ ઘટના સ્થળે જ તેનું મોત થઈ ગયું. રાઈવલ ટિલ્લુ ગેંગના બે શૂટર વકીલના કપડાંમાં આવ્યા હતા. તેઓએ કોર્ટ રૂમ નંબર 207માં જજ ગગનદીપસિંહની સામે જ ગોગી પર ગોળીઓ ચલાવી. પોલીસના વળતા ફાયરિંગમાં બંને બદમાશ ઠાર થઈ ગયા. આ અંગે દિલ્લી પોલીસે સઘન તપાસ પણ શરૂ કરી દીધી છે.