ગોંડલ પંથકમાં છેલ્લા બે દિવસ થી અંદાજે ચૌદ થી પંદર ઇચ મુશળધાર વરસાદ વરસ્યો હોય ગોંડલ માં ખાનાખરાબી સર્જાઇ છે.પુરમા ફસાયેલા ૩પ વ્યકિતઓને બચાવી લેવામા આવ્યા છે.
ગોંડલ વિસ્તાર માં છેલ્લા ૪૮ કલાક માં ભારે વરસાદ પડી રહયો હોય અને ડેમ ઑવરફ્લો થતાં ત્યાં ડેમનાં પાણી એ કોલીથડ,ડૈયા,ત્રાકુડા નાં સીમ વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. આ વિસ્તારો અસરગ્રસ્ત બન્યાની જાણ થતાં તંત્ર ની સાથે અગ્રણી ગણેશસિહ જાડેજા,પ્રફ્ુલ ટોળીયા,અલ્પેશ ઢોલરીયા સહીતનાં આગેવાનોએ દોરડાંની મદદથી ડૈયા સીમ વિસ્તારમાં ખેતર માં ફ્સાયેલા પંદર વ્યક્તિઓ તથાં કોલીથડમાં પંચાવન વ્યક્તિઓનો બચાવ કર્યો હતો..
કોલીથડ નાં નિચાણવાળા વિસ્તારો ના મકાનો માં પાંચ થી છ ફૂટ પાણી ભરાતાં પંચાવન વ્યક્તિઓનો બચાવ કરી સાડા ચારસો વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું હતું.નદીઓનાં ભારે પુરમાં ખેતર વચ્ચે મહીલાઓ અને બાળકો સહીત ફ્સાયેલાં પરીવારોનાં તાકીદનાં બચાવ માટે જીલ્લા પ્રશાસન ને જાણ કરી હેલીકોપ્ટરની મદદ લેવાઇ હતી.જામનગર થી હેલીકોપ્ટરી કોલીથડ પંહોચ્યુ પણ હતું પરંતુ ખરાબ હવામાનને કારણે લેન્ડીંગ થઇ ના શકતાં પરત ર્ફ્યું હતું.