રાહુલ ગાંધી આજથી બે દિવસ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધી આજથી બે દિવસ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે.

પ્રવાસ દરમ્યાન તેઓ વૈષ્ણોદેવીની મુલાકાત લઈ લાઈવ આરતીમાં ભાગ લેશે.

જમ્મુ કાશ્મીર મામલાનાં એઆઈસીસી પ્રભારી રજની પાટીલ સહીત અન્ય નેતાઓની બુધવારે રાહુલનાં પ્રવાસને લઈને તૈયારી માટે બેઠક યોજાઈ હતી.

દિલ્હીથી આવેલી સુરક્ષા ટીમે પણ આયોજન સ્થળ અને કટરામાં નિરિક્ષણ કર્યું હતું.

કશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 રદ થયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની જમ્મુ-કાશ્મીરની બે દિવસની આ પ્રથમ મુલાકાત છે.

રાહુલ ગાંધી જમ્મુ એરપોર્ટ પર બપોરે 12-20 વાગ્યે પહોંચીને સીધા વૈષ્ણોદેવીની યાત્રાએ જશે તેઓ પગપાળા માના ભવન પહોંચશે અને રાત્રી રોકાણ કરી લાઈવ આરતીમાં ભાગ લેશે.

બીજા દિવસે તે જમ્મુ રવાના થશે.

જમ્મુ અને કટરામાં રાહુલનુ જોરદાર સ્વાગત થશે. રાહુલનાં આ કાશ્મીર પ્રવાસમાં કોંગ્રેસમાં એકતા જોવા મળશે.

આ યાત્રા દરમ્યાન રાહુલ ગાંધી રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજના, કલમ 370 સહીત અન્ય મુદ્દા પર રાહુલ ભાજપને ઘેરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *