રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા ફરી પધરામણી શરૂ કરી છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત્ રહેશે એવી આગાહી કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 163 તાલુકામાં વરસાદ થયો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકના સમયમાં 61 તાલુકામાં વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યારસુધી સીઝનનો 52.78 ટકા વરસાદ થયો છે. વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહશકિતના 48.45 ટકા જળ છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.