પોરબંદરમાં ૧ાા, ગોંડલ અને જેતપુરમાં ૧ ઈંચ, બાંટવામાં અડધો ઈંચ વરસાદ

ભાદરવાના પહેલા દિવસે ધોધમાર વરસાદ. કુતીયાણા સહિત ગ્રામ્યમા અડધો ઈંચ વરસાદ પડયો. ભાદરવા માસના પહેલા જ દિવસે આજે પોરબંદર-રાણાવાવ પંથકમાં દોઢ ઈંચ, ગોંડલમાં એક ઈંચ, જેતપુરમાં સવા ઈંચ,બાંટવા,કુતીયાણામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. છેલ્લા બે દિવસથી પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળતું હતું પરંતુ મેઘરાજા મન મૂકી વરસતા ન હતા. ત્યારે આજે સવાર થી વાતાવરણમાં ઉકળાટ વચ્ચે બપોરે એકાએક હવામાન માં પલટો આવ્યો હતો અને ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીની બે કલાકમાં પોરબંદર શહેર અને રાણાવાવમાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો. તો કુતિયાણામાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં હજુ પણ વરસાદી વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા વરસી રહ્યા છે ગોંડલમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાં પામી હતી. દિવસભરનાં બફરા અને હળવાં ઝાપટાં બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ વરસતાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.ધોધમાર વરસાદને કારણે કોલેજચોક, સિનેમા ચોક સહીત રાજમાર્ગો પર પાણી ભરાયાં હતાં.
બાંટવામા આજે બપોરના ચાર કલાકે અચાનક જોરદાર વરસાદ વરસી જતા બજારમાં પાણી વહી ગયા હતા. છેલ્લ ચાર -પાંચ દિવસથી શ્રાાવણી છાંટણા આવતા હોય ત્યારે આજે એક કલાકમા અડધો ઈંચ વરસાદ પડયો હતો.તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ આ વરસાદ પડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *