ભારતમાંથી ફરાર ડોન દાઉદ ઇબ્રાહિમની પાકિસ્તાનમાં આવેલી દાઉદ ઈબ્રાહીમ ની ડી-કંપનીએ ઘણા દેશોમાં પોતાનું નેટવર્ક ફેલાવી દીધું છે. આ અંગે જ્યોર્જ મેસન યુનિવર્સિટીના સ્કુલ ઑફ પોલીસીના પ્રોફેસર ડૉ. લુઇસ શેલીએ અમેરિકન કાયદા ઘડનારાઓને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી જૂથ ડી-કંપનીએ દાણચોરી માટે ઘણા દેશોમાં પ્રવેશ કર્યો છે.
જ્યોર્જ મેસન યુનિવર્સિટીના સ્કુલ ઑફ પોલીસીના પ્રોફેસર ડૉ. લુઇસ શેલીએ દાવો કર્યો છેકે ડી-કંપનીએ અનેક દેશમાં પ્રવેશ કર્યો છે. તેમણે કહ્યું કે મેક્સિકોના ડ્રગ્સ સંગઠનોની જેમ દાઉદની ડી-કંપની પણ અનેક દેશમાં ફેલાયેલી છે. તેઓ હથિયારો અને નકલી ડીવીડીની દાણચોરી કરે છે. ભારત દ્વારા દાઉદ પર ચાલી રહેલા કેસનો અમેરિકાએ વર્ષ ૨૦૦૩માં સ્વીકાર કર્યો હતો. આ દરમ્યાન જ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે દાઉદને આંતકી સંગઠન અલ-કાયદા સાથેના સંબંધમા વૈશ્ચિક સ્તર પર આતંકી જાહેર કર્યો હતો. પાકિસ્તાન દ્વારા દાઉદને મદદ કરવામાં આવી રહે છે. ત્યારે ભારતના આ દાવાને સમર્થન આપતા અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું કે ઇબ્રાહિમ કરાચીમાં છે અને તેની પાસે પાકિસ્તાની પાસપોર્ટ પણ છે.