સાતમ આઠમ તહેવારના નિમિતે છ દિવસ તેલ બજારમાં સોદાઓ બંધ રહ્યા બાદ આજે તેલનો ધંધો શરુ થયો હતો અને બજાર ખુલતા જ સિંગતેલ વધીને રૂ।.2540 થી 2600 ની સપાટીએ પહોંચી ગયો છે જ્યારે કપાસિયા તેલમાં આંશિક ઘટાડા સાથે રૂ।.2495-2545 ના ભાવ જળવાઈ ગયા હતા.
ઈતિહાસમાં પ્રથમ વખત તા. 7 ઓગષ્ટના કપાસિયાના ભાવ સિંગતેલ કરતા વધી ગયા હતા અને તા. 8, 9 ઓગષ્ટના બન્નેના ભાવ રૂ।.2500 સમાન રહેલા હતા. આ કારણોસર ઘરેલુ વપરાશ માટે કપાસિયાને બદલે લોકો સિંગતેલ ખરીદવા લાગ્યા હતા. વેપારી સૂત્રો મુજબ કેટલીક હોટલ, રેસ્ટોરન્ટવાળા પરંતુ એક સાથે સિંગતેલના ડબ્બા લઈ જવાનું શરૂ કરી દીધું હતું. જેના આધારે સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ગત ત્રણ અઠવાડિયામાં રાજકોટમાં સિંગતેલમાં રૂ।.100 ના વધારા સાથે રૂ।.2600 એ ભાવ પહોંચ્યા ત્યારે કપાસિયા તેલમાં રૂ।.45 નો વધારો થયેલ છે. સામાન્ય રીતે કપાસિયા અને સિંગતેલના ભાવ વચ્ચે રૂ।.55 નો ફરક જોવા મળ્યો છે. જો સિંગતેલના ભાવ સતત વધતા અને અગાઉ જેટલો વધુ ફરક થાય તો ફરી ફરસાણ, હોટલમાં કપાસિયાનો વપરાશ શરૂ થાય તેવા નિર્દેશ સામે આવ્યા છે.
તાજેતરમાં ફરસાણના ધંધાર્થીઓએ કપાસિયા અને સિગતેલ મોંઘાદાટ થતા પામોલીન તેલનો વપરાશ વધારો કર્યો હતો છે જેના ભાવ આજે રૂ।.2035-2040 રહેલા હતા. આયાતના પગલે બજાર ખુલતા સાથે પામતેલના ભાવમાં આજે રૂ।.20નો ઘટાડો થયેલ છે. બજાર બંધ થઈ ત્યારે પામતેલનો ભાવ ગત તા.26ના રૂ।.2055-2060 રહ્યા હતા.