સુરત મહાનગર પાલિકા (SMC)માં કલાર્ક તરીકે કાયમી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરાઇ હોવાનો મામલો આવ્યો છે. ઓલપાડના MCA સ્ટુડન્ટ અને સાયણના દિવ્યાંગ યુવક પાસે રૂ.૯.૭૦ લાખ પડાવી NGO ચાલવતી મહિલા ઠગ અને તેના માનીતા પુત્રએ પાલિકાના લોગો વાળો બોગસ કોલ લેટર આપી ઠગાઈ આચરી છે.
રૂબીનાએ પાલિકામાં ક્લાર્કની વેકેન્સી છે અને તમને દર મહિને ૪૦-૯૦ હજારની નોકરી મળશે, એવી વાતો કરી એપોઇન્ટમેન્ટ લેટર આપવાની પણ ખાત્રી આપી હતી. ૨.૫૦ લાખમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી અપાવવાની બાંહેધરી આપી આકીબ અને તૌસિક પાસે આઇડી પ્રુફ સહિતના ડોક્યુમેન્ટ્સ લઇ લીધા હતા.
આ રીતે આકિબે 5.50 લાખ અને તૌસિફે 4.20 લાખ સંબંધીઓ પાસેથી ઉછીના લઇ રૂબીનાને આપ્યા હતા.
મ્યુનિ. કર્મચારીના યુનિફોર્મ પહેરી ઇન્ટરવ્યુના કોચિંગ પણ આપ્યાં
યુવકો કોલ લેટર લઇ સુરત મહાનગર પાલિકામાં હાજર થયા, ત્યારે આ ભાંડો ફૂટયો હતો. રૂબીના મુલતાનીએ વારંવાર ધક્કા ખવડાવી મે-૨૦૧૮ના રોજ બંને યુવકોને પાલિકાના લોગાવાળો અને SMC કમિશ્નરની સહિવાળો કોલ લેટર આપ્યો હતો. જે લેટર અંતર્ગત બંને જણા તા.૧-૬-૧૮ના રોજ સવારે ૧૦ વાગ્યે પાલિકા કચેરીએ હાજર થવા ગયા હતા. જ્યાં પાલિકાના અધિકારીઓને કૌલ લેટર બતાવતા આ લેટર બોગસ હોવાનો ખુલાસો થયો હતો.
ઇન્ટરવ્યુ પ્રેકિટસ કરાવી પાલિકાના અધિકારીઓ સવાલો પૂછે તો શું જવાબો આપવા? તે અંગેની ટ્રેનિંગનો પણ ઝાંસો આપ્યો હતો. જોકે હાલ કોશિશ ફાઉન્ડેશનના બંને રૂબીના મુલતાની અને જેનુલ અન્સારી ફરાર થઈ ગયા છે.