સગીર પુત્રે મોબાઈલ માટે કરી પિતાની હત્યા

સુરત ના ઇચ્છાપોર વિસ્તારથી એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. સુરતના ઇચ્છાપોર કવાસ વિસ્તારમાં મોબાઈલ ગેમ બાબતે સગીર પુત્ર દ્વારા પિતાની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર સર્જાઈ ગયો છે. મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા સગીર પુત્ર દ્વારા પિતાની હત્યા કરી નાખવામાં આવી છે.

માતા દ્વારા પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઇચ્છાપોર પોલીસ દ્વારા સગીરની અટકાયત કરી જુવેનાઇલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પિતા દ્વારા મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને 40 વર્ષીય પિતાની ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જેના કારણે પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *