દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન, ઘણા લાંબા સમયથી બીમાર રહેલા દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું આજે નિધન થયું છે. અભિનેતા છેલ્લાં કેટલાંય દિવસોથી સ્વાસ્થ્યને કારણે હોસ્પિટલાઇઝ રહેતા હતાં. તેઓને 30 જૂનના રોજ મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં.
એક્ટરની પત્ની સાયરા બાનો પૂરો સમય ત્યાં હાજર રહી હતી અને તેઓએ પ્રશંસકોએ આશ્વાસન આપ્યું હતું કે તેઓની હાલત સ્થિર છે. પરંતુ આજ રોજ સવારના તેઓનું નિધન થયું છે.બાનોએ અંતિમ ટ્વીટમાં લખ્યું હતું, ‘દિલીપ કુમાર સાહેબની તબિયત હજુ સ્થિર છે. તેઓ હજુ પણ આઇસીયુમાં છે, અમે એમને ઘરે લઇ જવા માંગતા છે પરંતુ અમે ડોકટરની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે કારણ કે તેમને ખબર છે કે જેમ ડોક્ટર મંજૂરી આપશે તેઓ તેમને ઘરે લઇ જશે. એમને આજે ડિસ્ચાર્જ નહિ કરવામાં આવે. એમના પ્રશંસકોની દુઆની જરૂરત છે, તેઓ જલ્દી પરત આવશે.’દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકનો માહોલ છવાઇ ગયો છે.
કલાકારો સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને તેઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, દિલીપકુમારને શ્વાસ લેવામાં તકલીફના કારણે 6 જૂનના રોજ તેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. એ સમયે તેઓના ફેફસાંની બહાર તરલ પદાર્થ એકત્ર થઇ ગયો હતો. જેને તબીબોએ સફળતાપૂર્વક નિકાળી દીધો હતો અને પાંચ દિવસ બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ હતી.તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે દિલીપકુમારએ પોતાના બે નાના ભાઇઓ અસલમ ખાન અને એહસાન ખાનને કોરોનાના કારણે ગુમાવી દીધા હતાં. જ્યાર બાદ તેઓએ પોતાના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ પણ ન હોતી મનાવી. જો કે, સાયરા બાનોએ જણાવ્યું હતું કે, બંને ભાઇઓના નિધનના સમાચાર દિલીપસાહેબને ન હોતી આપવામાં આવી.