કોરોના ના કેટલાક દર્દીઓમાં ઇમ્યુનિટી વધારવા માટે લેવામાં આવેલા હર્બલ દવા ના વધુ પડતા ઉપયોગને લીધે લીવરમાં ડેમેજ થયાના અહેવાલો બહાર આવ્યા છે અને નિષ્ણાતો દ્રારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે અને એક નવી ચિંતા પેદા થઈ છે.
કિલનિકલ અને એકસપેરિમેન્ટલ જર્નલમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક અહેવાલમાં આ મુજબની માહિતી આપવામાં આવી છે. જેમાં એવો ઉલ્લેખ છે કે ઇમ્યુનિટી વધારવા માટે કોરોનાવાયરસ ના કેટલાક દર્દીઓએ આયુર્વેદિક દવા નો વધુ પડતો ઉપયોગ કર્યેા હતો અને તેને પગલે તેમના લીવરમાં નુકસાની મળી આવી છે.
નિષ્ણાતો એવો દાવો પણ કર્યેા છે કે રિસર્ચ બાદ ૨૦૨૦ ના સપ્ટેમ્બર માસથી લઈને ડિસેમ્બર માસ સુધીમાં વધુ પડતી હર્બલ દવા લેનારા છ જેટલા દર્દીઓ ના દસ્તાવેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે ને આ દર્દીઓમાં આ લીવરમાં ડેમેજ હોવાનું બહાર આવ્યું છે.
રિસર્ચરોએ એમ કહ્યું છે કે ચાલીસ વર્ષના એક દર્દીએ દાલચીની અને લોંગ ને ગરમ પાણીમાં બાફીને તેના ડોઝ દર બે દિવસમાં એકવાર લીધા હતા અને આ દર્દીમાં લિવર ડેમેજ થઈ ગયું હતું. ખાસ કરીને ભારતીય હર્બલ તત્વો ટીનો ફોરા કોડીફોલા નો ઇમ્યુનિટી બુસ્ટર ક્રિકેટ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ હર્બલ તત્વોને ભારતીય ભાષામાં ગિલોય તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગુડુચી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. બીજા એક ૫૬ વર્ષના દર્દીને ડાયાબીટીસની તકલીફ હતી અને તેણે પણ હર્બલ દવાઓ નો વધુ પડતો ઉપયોગ કરી લીધો હતો અને પરિણામે તેના લિવરમાં પણ ડેમેજ બહાર આવ્યું હતું.
તે રીતે કોરોનાવાયરસ ના જે દર્દીઓએ હર્બલ દવાઓ નો ઇમ્યુનિટી વધારવા માટે વધુ પડતો ઉપયોગ કર્યેા હતો તેમને લીવરમાં તકલીફ થઈ ગઈ છે એવો દાવો રિસર્ચમાં કરવામાં આવ્યો છે.