જાણો કયું તળાવ પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

ભાવનગર જિલ્લાના મુગટ સમાન સિહોરનું ગૌતમેશ્વર તળાવ કે જ્યાં દેવાધી દેવ સ્વયંભૂ બિરાજમાન છે. એવા ગૌતમેશ્વર મહાદેવ કે જ્યાં હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે લોકોને સુવિધા મળી રહે અને એક ફરવા લાયક સ્થળ તરીકે પ્રસ્થાપિત થાય એવા હેતુથી મંદિર નજીક આવેલા ગૌતમેશ્વર તળાવનું બ્યુટીફિક્શન કરવાનું આયોજન સિહોર નગરપાલિકા દ્વારા હાથ ધરાયું છે.

ભાવનગર જિલ્લાના સિહોરનું ગૌતમેશ્વર તળાવ વધુ સારું બને અને આવતા જતાં પર્યટકો આ તળાવ પર પિકનિક તરીકે આનંદ માણી શકે તે હેતુથી ગૌતમેશ્વર તળાવના બ્યુટીફિકેશન કરવા માટે સિહોર નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ગોત્મેશ્વર તળાવને સુંદર અને સુશોભિત કરવા અને શહેરીજનોને ફરવાલાયક સગવડતા મળે તે હેતુથી 14 માં નાણાપંચ યોજના હેઠળ મળેલ ગ્રાન્ટમાંથી સિહોર પાલિકાના ગૌતમેશ્વર વોટર વર્કસના મુખ્ય દ્વારથી ઉપરના તળાવના પાળા સુધી RCC રોડનું કામ મંજુર કરાવી તાત્કાલિક ધોરણે શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *