જુલાઈનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં 14.63% ટકા વરસાદ થયો છે. ગત વર્ષના જૂન મહિનામાં 14.71% વરસાદ થયો હતો. રાજ્યનાં 206 જળાશયમાં 39% જળસંગ્રહ છે. માત્ર બે ડેમો જ સંપૂર્ણ ભરેલા છે. બન્ને જળાશય અમરેલી જિલ્લાનાં છે.
65 જળાશયમાં 10%થી ઓછું પાણી છે, જ્યારે 118માં 25%થી પણ ઓછું પાણી છે. સરદાર સરોવરમાં 43% જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી છે. હાલમાં સપાટી 113.12 મીટર છે. ગત 5 જૂને સપાટી 122.36 મીટર હતી.
6 જળાશયમાં જ 80%થી વધારે પાણી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25%થી ઓછો જળસંગ્રહ છે, મધ્ય ગુજરાતમાં 44%થી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 40% પાણી છે. સૌરાષ્ટ્રમાં 31% સંગ્રહ છે. સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠા 7%, ખેડા 4% અને દેવભૂમિ દ્વારકા 2.54% છે. ગત વર્ષે 3 જુલાઇ સુધી 45.67% જળસંગ્રહ હતો.