રશિયન રસી સ્પુતનિક-વી ગુજરાતમાં પણ મળશે

કોરોના મહામારીમાં રસી એકમાત્ર ઈલાજ છે. ત્યારે હવે કોવિશિલ્ડ અને કોવિક્સિન બાદ સ્પુતનિક-વી પણ ગુજરાતમાં ઉપલપ્ધ થઈ ચુકી છે. તો અનેક લોકો આ રશીયન રસી લઈને કોરોનાથી સુરક્ષિત થઈ રહ્યાં છે.કોવિશિલ્ડ અને કોવિક્સિન બાદ હવે રશિયન રસી સ્પુતનિક-વી પણ ગુજરાતમાં મળશે.

સ્પુતનિક-વી ખુબ જ અસરકારક રસી ગણાય છે. અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલોને સ્પુતનિક-વીના રસીના ડોઝનો જથ્થો અપાયો છે.

આ ડોઝ હોસ્પિટલોમાં 1,145 રૂપિયામાં મળી રહેશે. 21 દિવસ બાદ જ આ રસીનો બીજો ડોઝ લઈ શકાતો હોવાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદ અને સુરતમાં કુલ મળીને 225 જણાંએ રશિયન રસી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *