સાબરકાંઠા જીલ્લો શાકભાજીના ઉત્પાદનમાં અગ્રેસર માનવામાં આવે છે. સાબરકાંઠાના ખેડૂતો કોબીજ અને ફ્લાવર સહીતની લીલી શાકભાજીને દેશ અને રાજ્યના મહાનગરો સુધી નિકાસ કરતા હોય છે.
તો કેટલીક શાકભાજી વિદેશ પણ પહોંચતી હોય છે. પરંતુ હાલ પહેલા વરસાદ સાથે જ શાકભાજીના ભાવોમાં ઉછાળો આવતા શાકભાજીનું ઊંચા ભાવે વેચાણ થાય છે.
જોકે, શાકભાજીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. તો બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડાને લઈને ખેડૂતોને પણ નુકશાન થઈ રહ્યું છે. ખાતર, બીયારણ અને મજુરી ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને ખેડૂતોનો ખર્ચ પણ નિકળતો ન હોવાની ફરિયાદો ઉઠી છે.