રાજ્યભરના કલેકટર-ડી.ડી.ઓ.ની સંયુકત એક દિવસીય પરિષદનું ગાંધીનગરમાં આયોજન

રાજ્યના વિવિધ જિલ્લામાં તાજેતરમાં નવ નિયુક્ત થયેલા કલેકટર-જિલ્લા વિકાસ અધિકારી સહિત રાજ્યભરના કલેકટર-ડી.ડી.ઓ.ની સંયુકત એક દિવસીય પરિષદનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સી.એમ.વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં નવ નિયુક્ત થયેલા કલેકટર-જિલ્લા વિકાસ અધિકારીને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે હવે વિશ્વમાં બનતી કોઇ પણ સારી બાબતો ટેકનોલોજી-ઇન્ટરનેટ-વેબસાઇટ જેવા માધ્યમથી તરત લોકો સુધી પહોંચી જાય છે.

લોકો પણ હવે આવી સારી બાબતો કે કાર્યોનો લાભ પોતાને પણ મળે તેવી અપેક્ષા સાથે ગુડ ડિલીવરીની માંગ રાખતા હોય છે. આવા બદલાયેલા સંજોગોમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીએ પોતાની આગવી સૂઝ થી કામ માથે લઇને કરવાનું દાયિત્વ નિભાવવું પડશે તો જ કાર્ય સંસ્કૃતિ વર્ક કલ્ચરમાં બદલાવ થશે તેવો મત મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવનિયુકત કલેકટર-જિલ્લા વિકાસ અધિકારીની આ પરિષદને સહચિંતન-સામૂહિક મંથન અને આગામી દિવસોમાં ગુજરાત માટે વિકાસની દિશા સૂચક ગણાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *