રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે 9 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને હાલ 142 એક્ટિવ કેસ છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 43696 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આજના ડિસ્ચાર્જ 24 રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે 864 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં હાલ 14 એક્ટિવ કેસ છે. જેમાંથી 3 દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે,
9 ઘરે અને બે આરોગ્ય કેન્દ્ર પર સારવાર લે છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 14894 પોઝિટિવ કેસ નોંધાયા છે. મનપાના તમામ આરોગ્ય કેન્દ્રો પર 62 સાઇટ શરૂ કરી વેક્સિનેશનની કામગીરી કરે છે. રવિવારે વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી 10 સાઇટ બંધ કરવાની ફરજ પડી હતી.
વેક્સિનનો પૂરતો જથ્થો મળતો ન હોવાથી અનેક લોકોને વેક્સિન મુકાવ્યા વગર પરત જવું પડે છે. સરકારે રાજકોટને રવિવારે 5000 ડોઝ આપ્યા બાદ વેક્સિનેશન થયું હતું.