માત્ર 700 ગ્રામ વજન શિશુના હૃદયની સર્જરી કરાઈ

શહેરની એક ખાનગી હોસ્પિટલના ડોકટરોની ટીમે ખેરાલુના 700 ગ્રામ વજન સાથે જન્મેલા અને હાથના પંજા કરતા સહેજ મોટું કદ ધરાવતાં પ્રી-મેચ્યોર અને પીડીએ રોગથી પીડાતા બાળકના હૃદયની સર્જરી કરીને નવજીવન આપ્યું છે.

મહ્ત્વની વાત એ છે કે, બાળકનું વજન, એનેસ્થેસિયા અને સર્જરીની તકેદારીને અભાવે ઓપરેશન ટેબલ પર મૃત્યુ થવાની શક્યતા હતી. પરંતુ, ડોક્ટરોની ટીમે સાડા 3 કલાકની સફળ સર્જરી બાદ બાળકને નવજીવન આપ્યું છે.

ખાનગી હોસ્પિટલના બાળકોના કાર્ડિયાક સર્જન ડો.સૌનક શાહ જણાવે છે કે, મહેસાણા પાસેના ખેરાલુમાં રહેતા દંપતીને ઘરે 24 દિવસ પહેલાં પ્રથમ બાળકનો જન્મ થયો હતો.

પરંતુ, તેનું વજન માત્ર 700 ગ્રામ જેટલું જ હતું. બાળકને 3 દિવસ પહેલાં હોસ્પિટલમાં લાવી સ્ટેબિલાઇઝ કરીને શનિવારે સાડા ત્રણ કલાકની સફળ સર્જરી કરી છે.

હાલમાં બાળકને આઇસીયુમાં વેન્ટિલેટર પર રખાયું છે, તેમજ ફેફસાં રિકવર થતાં બાળકને વેન્ટિલેટર દૂર કરાશે. મહત્વની વાત એ છે કે, આટલું ઓછું વજન અને આટલા કોમ્પિલિકેશન ધરાવતાં બાળકો મોટેભાગે બચી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *