કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાના પગલે ગુજરાત યુનિવર્સિટીએ બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીબીએ, બીસીએ સહિતની વિદ્યાશાખાના પ્રથમ સેમેસ્ટરના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાશાખાની ઓફલાઈન પરીક્ષા 6 જુલાઈથી શરૂ થશે તેવી જાહેરાત કરી છે.
અમદાવાદ, ગાંધીનગરમાં આવેલા ગુજરાત યુનિવર્સિટીના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોમાં આશરે 25,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષા વિભાગે નિર્ધારિત કરેલી ઓફલાઈન પરીક્ષા અંંતર્ગત બીએ, બીકોમ સેમેસ્ટર-1ની રેગ્યુલર અને એક્સટર્નલ પરીક્ષા 6 જુલાઈથી 15મી જુલાઈ સુધી ચાલશે.
જ્યારે બીએસસી સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 14મી જુલાઈ સુધી ચાલશે. જ્યારે બીએડ સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 16મી જુલાઈ સુધી ચાલશે. બીજી તરફ એલએલએમ સેમેસ્ટર-1ની પરીક્ષા 6 જુલાઈથી 14મી જુલાઈ સુધી ચાલશે.
જ્યારે ડિપ્લોમા ઈન લેબર લો એન્ડ પ્રેક્ટિસ એક્ઝામિનેશન 6 જુલાઈથી 8મી જુલાઈ સુધી ચાલશે. અગાઉ ગુજરાત યુનિવર્સટી દ્વારા લો ફેકલ્ટીની સ્નાતક કક્ષાની છઠ્ઠી જુલાઈથી શરૂ થનારી પરીક્ષાની તારીખોની થોડાક દિવસો પહેલા જાહેરાત કરવામાં આવી હતી.