પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે ફરી એકવાર વધારો થયો છે. સતત દસમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં માં ઉછાળો જોવા મળ્યું છે.મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં ૧૬ થી ૧૭ પૈસા અને ડીઝલના ભાવોમાં ૧૯ થી ૨૦ પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં હવે પેટ્રોલ ૭૯.૩૧ પ્રતિ લીટર, ડીઝલ ૭૧.૩૪ પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ ૮૬.૭૨ રૂપિયા/લીટર થયું, જે કોઇપણ મેટ્રોસિટીમાં અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે.ટ્રાન્સપોર્ટના ભાવોમાં વધારો થશે તો તેની અસર શાકભાજી અને દાળના ભાવો પર પણ પડી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત કાચા તેલની કિંમતોમાં વધારો થવાનો સિલસિલો ચાલુ છે. છેલ્લા દસ દિવસોમાં જે રીતે તેલના ભાવો વધી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે તેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે.ઉપરાંત તેલના ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર પહોંચી રહ્યા છે.એવામાં રાજધાનીની આસપાસ ટ્રાન્સપોર્ટના ભાવોમાં પણ વધારો થઇ શકે છે.