રાજ્યમાં કોરોના મહામારીનો હાહાકાર હતો અને સંક્રમણ સતત વધી રહ્યું હતું ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પણ હવે કોરોના કેસ ઓછા થતા અહીં લગભગ 1 વર્ષ બાદ પ્લેટફોર્મ ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર 1 વર્ષથી પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ હતો કોરોના સંક્રમણ જ્યારે સતત વધી રહ્યું હતું અને અમદાવાદ હોટ સ્પોટ બન્યું હતું ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો પણ હવે જ્યારે કોરોના લહેર સમાપ્ત થવાના આરે છે ત્યારે આ પ્લેટફોર્મ ટિકિટ આપવાની શરૂઆત થઈ છે.
કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન પણ કરવામાં આવી રહ્યું છે અહીં દરેક વ્યકતિ વચ્ચે 6 ફૂટનું અંતર રહે તે માટે અલગ અલગ ગોળ કુંડાળા પણ કરવામાં આવ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી લાખો લોકો અવરજવર કરે છે
ત્યારે તેમની સાથે આવતા લોકોને આ પ્લેટફોર્મ ટિકિટ મળવાથી રાહત મળશે પણ અહીં દરેક લોકોને માસ્ક ફરજીયાત છે તો સામાજિક અંતર જળવાઈ તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.