ગીર સોમનાથના ઉનામાં લગ્નોત્સુક યુવક લુંટાય તે પહેલા જ લૂટેરી દુલ્હન જેલના સળિયા ગણતી થઈ ગઈ છે.
લગ્ન સમયે જ વરરાજાને જાણ થતાં પોલીસ બોલાવી પકડાવી દીધી હતી.
ઉનામાં લગ્ને-લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હન એક યુવક અને તેના મળતિયાઓ સાથે લગ્ન કરવા પહોંચી ગઈ હતી.
પણ વરરાજાને તેની પોલ અંગે પહેલેથી જ જાણ થઇ જતાં તેણે પોલીસને જાણ કરી દીધી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી લૂંટેરી દુલ્હન, દલાલ મહિલા સહિતની ટોળકીને પકડી લીધી હતી.
નાળિયેરી મોલી ગામે રહેતા હિતેશ રાખોલીયાના લગ્ન કરવાના હોયતેમણે બાજુના કાકેડીમોલી ગામે રહેતા વિનુ રાઠોડને વાત કરી હતી.
વિનુભાઈ એ કન્યા રાજકોટ હોઇ ત્યાં જવું પડશે એમ કહ્યું હતું,
આથી હિતેશ, તેનો મિત્ર પરેશ રામાણી અને વચેટિયાઓ વિનુભાઇ સહિતના લોકો રાજકોટ ગયા હતા.
ત્યાં સપના કોસિયા નામની યુવતી સાથે હિતેશની મુલાકાત કરાવાય હતી.
હિતેશ અને સપનાએ વાતો કરી એકબીજાને પસંદ પણ કર્યાં, પણ સગાઈ નક્કી કરવાની વાત આવી ત્યારે સપનાની સાથે રહેતી જૂનાગઢની યુવતી કાજલ હીરપરા લેવડ-દેવડની વાત કરી હતી.
સપનાના લગ્નની ખરીદી માટે રૂપિયા માગતા હિતેશ રૂ.20 હજાર રોકડા અને ખરીદી માટે કુલ રૂ.41 હજાર રોકડા આપ્યા હતા.
લગ્ન બાદ રૂ.2 લાખ રોકડા આપવાના અને કન્યાના દાગીના પણ બનાવી આપવાનું નક્કી થયું હતું અને 21 જૂનના રોજ કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી થયુ હતું.
હિતેશે સપનાના ડૉક્યુમેન્ટ લઈ તેમના વકીલને આપતા દસ્તાવેજો બોગસ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે હિતેશ અને તેમના પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
પોલીસે લગ્ન સ્થળે સાદા વેશમાં પહોંચી સપના અને તેના મળતિયાઓ આવતા તેમણે ઝડપી પાડ્યા હતા અને કુલ નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે