અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બિલ્ડવેવ એન્જિનિયરિંગ કંપનીમાં તસ્કરોએ ત્રાટકી ઓફિસમાંથી રોકડા રૂપિયા 5.10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.અંકલેશ્વર જીઆઈડીસીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે અને રોકડા રૂપિયા 5.10 લાખની ચોરીના ગુનાને અંજામ અપાયો છે.
જીઆઈડીસીમાં આવેલ બિલ્ડવેવ એન્જિનિયરિંગ કંપનીના સંચાલક કોઈ કામ અર્થે કંપનીની ઓફિસ બંધ કરી મધ્યપ્રદેશ ગયા હતા એ દરમ્યાન બે ઇસમો કંપનીની ઓફિસમાં પ્રવેશ્યા હતા
અને કબાટમાં મુકેલ રોકડા રૂ.5.10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કંપની સંચાલકોએ ઓફિસમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં બે ઇસમો નજરે પડ્યા હતા
તેઓએ મોઢે રૂમાલ બાંધ્યા હતા. બનાવની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરિયાદી જગદીશ પીઠિયાની ફરિયાદના આધરે તસ્કરોનું પગેરું મેળવવા શોધખોળ શરૂ કરી છે.