એમેઝોન અને એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે.
જો કે ચીનની બ્રાન્ડ્સ આ બાબતમાં સતત આગળ વધી રહી છે તેમ બ્રાન્ડથી જોડાયેલા એક તાજેતરના રેન્કિંગમાં આ વાત જણાવવામાં આવી છે.
કાન્ટાર બ્રાન્ડઝેડના રેન્કિંગ અનુસાર વેલ્યુની દ્રષ્ટિએ ચીનની બ્રાન્ડ્ઝ યુરોપની ટોચની બ્રાન્ડથી આગળ નીકળી ગઇ છે.
૧૯૯૪માં જેફ બેઝોસ દ્વારા સ્થાપિત એમેઝોન વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની રહી છે.
એમેઝોનની બ્રાન્ડ વેલ્યુ ૬૮૪ બિલિયન ડોલર આંકવામાં આવી છે.
જ્યારે ૧૯૭૬માં સ્થાપિત એપલની બ્રાન્ડ વેલ્યુ ૬૧૨ અબજ ડોલર છે.
આ રેન્કિંગમાં ગૂગલ ૪૫૮ અબજ ડોલરની વેલ્યુ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે.
૧૦૦ કંપનીઓની યાદીમાં ભારતની ત્રણ કંપનીઓને પણ સ્થાન મળ્યું છે.
ટીસીએસ ૫૮માં ક્રમે, એચડીએફસી બેંક ૬૬માં ક્રમે અને એલઆઇસી ૭૫માં ક્રમે છે.