મેવાણીએ ગલ્લા અને પાથરણાવાળાઓની રેલીને આપ્યું સમર્થન

અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા દૂર કરવા કોર્પોરેશને લો ગાર્ડન પાસે ખાણીપીણીના લારી-ગલ્લા અને પાથરણાવાળાઓના દબાણો દૂર કર્યા છે. ત્યારે અસરગ્રસ્તોમાં પણ તંત્રની કાર્યવાહી સામે રોષ ફેલાયો છે. અને આ લારી ગલ્લાવાળાઓએ રેલી કાઢી વિરોધ વ્યકત કર્યો હતો.
આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જોડાયા હતા. મેવાણીએ ગલ્લા અને પાથરણાવાળાઓની રેલીને સમર્થન આપ્યું હતું. મેવાણીએ જણાવ્યુ હતું કે, સૌનો સાથ સૌનો વિકાસની વાત કરતી સરકારે લારીવાળાને બેઘર કરી દીધા છે.અને જરૂર પડશે તો મ્યુન્સિપલ કમિશનરથી લઈને સીએમ સુધી રજૂઆત કરવી પડશે તો અમે તૈયાર રહેશુ. ત્યારે પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અસરગ્રસ્તોએ એલિસબ્રિજથી કોર્પોરેશન સુધી રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *