પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મહિલાઓને લગતી વધુ એક વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે.
પાકિસ્તાનમાં રેપના બનાવો વધ્યા તે માટે ઈમરાન ખાને મહિલાઓના ટૂંકા કપડાંને જવાબદાર ઠેરવીને વિવાદ સર્જ્યો હતો.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી.
પાકિસ્તાનમાં બળાત્કાર અને જાતીય સતામણીના બનાવો વધ્યા છે તે સંદર્ભમાં ઈમરાન ખાનને પૂછવામાં આવ્યું હતું.
તેના જવાબમાં ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં રેપ અને જાતીય સતામણીના બનાવો વધ્યા છે
તેની પાછળ મહિલાઓના ટૂંકા કપડાં જવાબદાર છે.
પાકિસ્તાન પીએમએ નિર્લજ્જ નિવેદનમાં કહ્યું હતું. જો મહિલાઓ ટૂંકાં કપડાં પહેરશે તો તેની અસર પુરુષોના દિમાગમાં ચોક્કસ થશે.
મહિલાઓના કપડાં જોઈને પુરુષો ઉશ્કેરાય તે સ્વભાવિક બાબત છે.
પુરુષો કંઈ રોબોટ નથી કે ટૂંકા કપડાંથી તેને કોઈ જ ફરક ન પડે.
આ નિવેદન પછી દુનિયાભરના સોશિયલ મીડિયામાં ઈમરાન ખાનની ટીકા થઈ હતી. લોકોએ ટ્વીટ કરીને ઈમરાન ખાન માફી માગે તેવી માગણી કરી હતી.
દક્ષિણ એશિયામાં ઈન્ટરનેશનલ કમિશન ફોર જ્યુરિસ્ટના કાયદાકીય સલાહકાર રીમા ઓમરે ટ્વિટ કરીને કહ્યું હતું કે ઈમરાન ખાનની માનસિકતા ખૂબ જ સંકુચિત છે.
પીડિતાઓને જ દોષી ગણવાનો પાક. પીએમનો નજરિયો ઘટિયા, શરમજનક અને નિરાશાજનક છે.
સોશિયલ મીડિયામાં ઈમરાન ખાન ભારે ટ્રોલ થતાં પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે સ્પષ્ટતા કરવા બચાવમાં ઉતરવું પડયું હતું. પાકિસ્તાન પીએમના પ્રવક્તાએ કહ્યું હતું.
ઈમરાન ખાનના નિવેદનને અલગ રીતે રજૂ કરવામાં આવ્યું છે, તેનો કહેવાનો અર્થ કંઈક બીજો હતો.
અગાઉ પણ પાક. પીએમએ જાતીય સતામણીથી બચવા માટે મહિલાઓને બુરખો પહેરી રાખવાની સલાહ આપીને વિવાદ સર્જ્યો હતો.