હાલમાં દુનિયામાં કોરોના વેક્સિનના નવા ડેલ્ટા વેરિઅન્ટની વિરોધમાં વેક્સિનનો પ્રભાવ ઓછો જોવા મળી રહ્યો છે. આ વાત WHOના સંક્રામક રોગ વિશેષજ્ઞોએ કહી છે. વિશેષજ્ઞોએ એમ પણ કહ્યું છે કે ભવિષ્યમાં નવા મ્યુટેશન પણ જોવા મળી શકે છે. તેના વિરોધમાં વેક્સિનનો પ્રભાવ ઓછો હોઈ શકે છે.
જો કે હાલમાં વેક્સિન જ એક માત્ર કારગર હથિયાર બની રહ્યું છે. કોરોનાના નવા વેરિઅન્ટ ડેલ્ટા કે પછી B.1.617.2 વેરિઅન્ટને ભારતમાં કોરોનાની બીજી ભયાનક લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. આંકડાના આધારે યૂનાઈટેડ કિંગડમમાં ત્રીજી લહેરનો પ્રકોપ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કારણે વધી રહ્યો છે. હવે ડેલ્ટા વેરિઅન્ટમાં મ્યુટેશનના પછી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ બન્યો છે.
ભારતમાં હવે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે પણ પગપેસારો શરૂ કર્યો છે. હાલમાં મહારાષ્ટ્ર અને કેરળમાં પણ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના અનેક કેસ આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે કહ્યું કે રાજ્યમાં ડેલ્ટા વેરિઅન્ટના 21 નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં પણ પ્લસ વેરિઅન્ટ ઓછામાં ઓછા 3 કેસ સાથે સામે આવી રહ્યો છે. આ પહેલા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે વૈજ્ઞાનિકોને પોતાની શોધની પ્રારંભિક રિપોર્ટમાં જાણકારી આપી હતી કે કોવિશીલ્ડ અને કોવેક્સીન કોરોના વાયરસના B.1.617.2 વેરિઅન્ટના વિરોધમાં થોડા એન્ટીબોડી તૈયાર કરવામાં સફળ રહી છે પણ આ વેક્સિન કોરોનાના અન્ય વેરિઅન્ટ પર પ્રભાવી છે.