અમદાવાદ કોરોનાની ત્રીજી લહેર પહેલાં સરકાર સજજ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના સર્જાઈ તે માટે આગોતરા આયોજન કરવામાં આવી રહયા છે …રાજ્યના મહાનગરોમાં અને જિલ્લામાં અલગ અલગ સનદી અધિકારીને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે.

કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશ માચરાને અમદાવાદમાં કોરોનાની તમામ કામગીરીના સંકલનની જવાબદારી સોંપાઈ છે..જોકે બીજી લહેર માં જે રીતે 108 એમ્બ્યુલન્સ સેવામાં લોકોને હાલાકી પડી હતી અને લાઈનો લાગી હતી.

બીજી લહેરમાં તેમને શિરે 108 ની જવાબદારી હતી. કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ હોટસ્પોટ બન્યું હતું. હોસ્પિટલમાં બેડથી લઈ ઓક્સિજન સહિતની સુવિધાના અભાવ અને હેરાનગતિથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હતાં. સરકાર તથા સ્થાનિક તંત્ર સામે દર્દીઓ તથા તેમના પરિજનોએ આક્રોશ વ્યક્ત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *