સૌરાષ્ટ્રના ઉના પંથક તેમજ ગીર-સોમનાથમાં બારેમેઘ ખાંગા થતા 40થી વધુ ગામોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. કેટલાકને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવાની પણ ફરજ પડી હતી. મંગળવારે પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી રવાના થયા છે. સીએમ વિજય રૂપાણી હેલિકોપ્ટર દ્વારા કેશોદ જશે અને પૂરની સ્થિતિની સમીક્ષા કરશે. ત્યારબાદ રાજકોટથી મુખ્યપ્રધાન સોમનાથ કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી અધિકારીઓ પાસેથી માહિતી મેળવશે. પૂરનું સંકટ ઘેરાયું હોવાથી વધુ 2 NDRFની ટુકડી રવાના કરવામાં આવી છે.૪૦થી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા હોવાથી વધુ 2 NDRFની ટીમ રવાના કરવામાં આવી હતી.
નોંધનીય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ધોધમાર વરસાદ પડતાં હાલ પૂરનું સંકટ જોવા મળે છે. જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જૂનાગઢ ખાતેનો કાર્યક્રમ મોકૂફ રહે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સોમનાથ કલેક્ટર સાથેની બેઠક બાદ પીએમ મોદીનો પ્રવાસ અંગે નિર્ણય લેવાઈ શકે છે.ઉનાના ૧૦ અને ગીરગઢડાના 3૦ ગામોમાં પૂર ની પાણી ફરી વળ્યું છે. પૂરની આફતથી અહીંનાં જનજીવન પર ભારે અસર જોવા મળી છે.