ગોલ્ડનબ્રિજની બાજુમાં બની રહયો છે નવો બ્રિજ

ગોલ્ડનબ્રિજની બાજુમાં બની રહયો છે નવો બ્રિજ, 6 વર્ષ ઉપરાંતથી ચાલી રહી છે બ્રિજની કામગીરી ભરૂચમાં ગોલ્ડનબ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજનું નિર્માણકાર્ય પુર્ણ થયું છે ત્યારે હવે તેના લોકાર્પણને લઇ વિવાદ ઉભો થયો છે. બુધવારના રોજ યુવક કોંગ્રેસના કાર્યકરો બ્રિજના નિરિક્ષણ માટે પહોંચ્યાં હતાં જયાં તેમનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

ભરૂચની નર્મદા નદી પર આવેલો ગોલ્ડનબ્રિજ પર વાહનોનું ભારણ વધી જતાં છ વર્ષ પહેલાં નવા નર્મદા મૈયા બ્રિજનું ભુમિપુજન કરવામાં આવ્યું હતું. છ વર્ષ બાદ નર્મદા મૈયા બ્રિજની કામગીરી પુર્ણ થઇ છે પણ સુરવાડી ફાટક પાસે હજી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ગોલ્ડનબ્રિજના સમાંતર નવા બ્રિજના લોકાર્પણ બાબતે હવે વિવાદ થયો છે.

નવો બ્રિજ બનીને તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ કરવામાં આવતું ન હોવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોરોનાની મહામારી વચ્ચે ગોલ્ડનબ્રિજ પર વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *