ચાર મહિના માટે ઘુડખર અભયારણ્ય સદંતર બંધ, 15 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.કચ્છનું નાનું રણ ઘુડખર અભયારણ્ય આજથી 4 મહિના સુધી પ્રવાસીઓ માટે સદંતર બંધ કરવામાં આવ્યું છે.
આગામી 15 ઓકટોબરે અભયારણ્ય પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવશે.કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે જે આ કચ્છના નાના રણ સિવાય બીજે ક્યાંય જોવા નથી મળતા. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.
આ રણની અંદર શિયાળાની સીઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. જોકે, આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેવાનુ મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પિરિયડ છે જેથી તેને ખલેલ ન પડે તે માટે આ અભ્યારણ્યને બંધ કરવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જોકે, આ વખતે પણ લોકડાઉનના કારણે અભ્યારણ હાલ બંધ જ હતું. આ વખતે અભયારણ્યને આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.