જ્યાં ડીપ્રેશનની દવા અસર નથી કરતી ત્યાં આ રીતે ડીપ્રેશનને દુર કરી શકાય છે

અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંશોધનમાં દાવો કર્યો છે અને જણવ્યું છે કે, નાઈટ્રસ ઓકસાઈડ એટલે કે લાફીંગ ગેસ ના પ્રયોગ દ્વારા પણ વ્યક્તિને ડીપ્રેશન માંથી બહાર લાવી શકાય છે. બે અઠવાડિયા સુધી હાસ્યનો ગેસ ના પ્રયોગ દ્વારા દર્દીને હસાવી ડીપ્રેશન ના લક્ષણો ઓછા કરી શકાય છે અથવા દુર કરી શકાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જ્યાં ડીપ્રેશનના દર્દીઓ ઉપર દવા બેઅસર થઇ જાય છે તેવા કેસમાં આ પદ્ધતિ અપનાવી શકાય છે.

ઇમરજન્સીમાં પણ ગેસ આપી શકાય છે
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 25 ટકા દર્દીઓ ને લાફીંગ ગેસ સુઘડવા માં આવ્યો હતો. આ ગેસની સામાન્ય આડ અસરો હતી. પરંતુ સારવારની અસર અપેક્ષા કરતા લાંબા સમય સુધી જોવા મળી હતી. લાફિંગ ગેસનો ઉપયોગ એવા દર્દીઓ પર પણ થઈ શકે છે જેને તાત્કાલિક સારવારની જરૂર હોય છે.

25% ગેસ વધુ અસરકારક
સંશોધનકર્તા અને એનેસ્થેસિયોલોજિસ્ટ પીટર નાગેલ કહે છે, સંશોધન સાથે સંકળાયેલા 24 દર્દીઓને એક કલાક માટે ગેસ માં શ્વાસ લીધો હતો. આ દરમિયાન, નાઇટ્રસ ગેસનું સ્તર 25 અને 50 ટકા બંને રાખવામાં આવ્યું હતું. પરિણામો દર્શાવે છે કે 25% સાંદ્રતાવાળા ગેસ વધુ અસરકારક સાબિત થયા છે. આ સાથે, આડઅસર પણ ઓછી થઈ.

સંશોધનકારોના જણાવ્યા અનુસાર, લાફીંગ ગેસનો ઉપયોગ સામાન્ય રીતે એનેસ્થેસિયા આપવા ઉપરાંત, મૌખિક સમસ્યાઓ અને શસ્ત્રક્રિયામાં દુખાવામાં રાહત માટે થાય છે.

એન્ટી-ડિપ્રેસન્ટ્સ દવા 15% દર્દીઓમાં અસરકારક નથી
સંશોધનકર્તા ચાર્લ્સ કોનવે કહે છે કે, લગભગ 15 ટકા દર્દીઓ એવા હોય છે જેમને ડીપ્રેશનની દવાઓ અસર કરતી નથી. આ દવાઓ કેમ કામ કરતી નથી તે હજી જાણી શકાયું નથી. પરિણામે, દર્દીઓ હતાશા સામે સંઘર્ષ કરે છે અને વર્ષો સુધી પીડાય છે. પરંતુ ડિપ્રેશનની સારવાર માટે આ નવી પદ્ધતિ એક વિકલ્પ સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *