૨૬૫૪ કરોડની આચરેલી છેતરપિંડીમાં અમીત ભટનાગર સહિત ત્રણ સામે ચાર્જશીટ દાખલ

ડાયમંડ પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ કંપનીએ જાહેર અને ખાનગી ક્ષેત્રની ૧૧ બેંકો સાથે રૃ.૨૬૫૪ કરોડની આચરેલી છેતરપિંડીના મામલે સીબીઆઈએ અમીત ભટનાગર સહિત ત્રણ જણા સામે ૧૮૦૦૦ પાનાના પુરાવા સાથેનું ચાર્જશીટ ખાસ કોર્ટમાં રજૂ કર્યુ છે.સીબીઆઈ દ્વારા એકઠા કરવામાં આવેલા પુરાવાની સાથે ઈડી અને ઈન્કમટેક્ષ દ્વારા હાથ ધરેલી તપાસના દસ્તાવેજો પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા સમય મર્યાદા પહેલા આરોપીઓ સામે ચાર્જશીટ કરતા વકીલોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ (ડીપીઆઇએલ)એ ૧૯ બેન્કોમાં બોગસ દસ્તાવેજોના આધારે રૃા.૨૬૫૪.૪૦ કરોડની ક્રેડિટ ફેસેલીટી મેળવીને બેન્કોને નુકશાન કરાતા સીબીઆઇએ ગુનો નોધ્યો હતો.જેમાં સીબીઆઈએ ડીપીઆઈએલ કંપની અને રહેઠાણ ઉપર દરોડા પાડીને વાંધાજનક દસ્તાવેજો કબજે લીધા હતા.સીબીઆઈએ ગુનો નોધ્યા બાદ ઈડીને જાણ કરી હતી.ડીપીઆઈએલ કંપનીના એમડી અમીત ભટનાગરે બેંકોમાંથી મેળવેલી કરોડો રૃપિયાની લોનના નાણાં દુબઇ ખાતે પણ કંપની ખોલીને ભારતમાંથી દુબઇ ખાતે નાણાં વગે કર્યા હોવાનાપુરાવા મળ્યા હતા. સીબીઆઈએ અમીત ભટનાગર, સુમીત ભટનાગર અને સુનીલ ભટનાગરની ધરપકડ કરીને પુરાવા એકઠા કરીને આશરે ૧૮૦૦૦ પાનાનું ચાર્જશીટ આજે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યુ છે. ઈડીએ અમીત ભટનાગરની કંપનીની આશરે કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી.જયારે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડીને કરોડો રૃપિયાના બેનામી વ્યવહારો મેળવ્યા હતા.આમ મસ્ત મોટા કૌભાંડમાં તબક્કાવાર સેન્ટ્રલની ત્રણ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ઈડીએ ટાંચમાં લીધેલી મિલ્કતો
વડોદરા શહેરમાં ગોરવા બીઆઇડીસી ખાતેની કોર્પોરેટ ઓફિસ, જિલ્લામાં સાવલી તાલુકાના વડદલા ખાતેકંપનીના પ્લાન્ટ , ડીપીટીએલની રણોલી ખાતે આવેલા પ્લાન્ટનો સમાવેશ થાય છે. ભુજ ખાતે આવેલી ત્રણ વિન્ડ મિલો. પ્રમોટર ભટનાગર પરિવારના નિઝામપુરા અને ન્યુઅલકાપુરીના વૈભવી રહેઠાણના બંગલા અને ફ્લેટસ, કંપનીના અલકાપુરી,કરોડિયા રોડ અને તાંદલજા – કલાલી રોડ પરના ન વેચાયેલા ફ્લેટસ. જુના પાદરા રોડ વિસ્તારમાં આવેલી એક બાંધકામ હેઠળની હોટલ.ડીપીઆઇએલની સાવલી તાલુકાના અને તેને સંબંધિત કંપનીઓની જમીનો તથા મિલકતોનો સમાવેશ થાય છે.

ગેરરીતિ આચરીને રૃ.૨૬૧ કરોડના ફંડનો લાભ મેળવ્યો
સીબીઆઈની તપાસમાં એવી માહિતી બહાર આવી હતીકે, અમિત ભટનાગરની કંપનીએ બેંકોની એલસી મેળવીને તેની સાથે ગેરરીતિ આચરી રૃ.૨૬૧ કરોડના ફંડનો લાભ મેળવ્યો હતો.બેંકોની એલસી, લોન અને કેશ ક્રેડિટ દ્વારા મેળવવામાં જંગી ફંડ અમિત ભટનાગરે નોર્થવે સ્પેસિસ અને મેફેર લિઝર્સ નામની રિઅલ એસ્ટેટ કંપનીમાં ડાયવર્ટ કરી દીધું હતું. આમ બેંકોની લોનના નાણાં દ્વારા રિઅલ એસ્ટેટ સેકટરમાં તેણે રોકાણો કર્યા હતા.

સંખ્યાબંધ કંપનીઓ દ્વારા લાભ ભટનાગર પરિવારે જ મેળવ્યો
સીબીઆઈની તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે, ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર લિ. અને અન્ય સંખ્યાબંધ કંપનીઓ ઉભી કરીને ભટનાગર પરિવારે જ લાભ મેળવ્યો હતો. તમામ પેટા અને કાગળ ઉપરની કંપનીઓ ઉપર અમિત ભટનાગર અને તેમના પરિવારનો જ કાબૂ હતો. જેમાં બોગસ વ્યવહારો દ્વારા જ હવાલા નાંખવામાં આવ્યા હતા. આના પગલે કંપની રૃ.૨૬૫૪ કરોડની બેંક લોન ભરવામાં ડિફોલ્ટ રહી હતી.ભટનાગર પરિવારની ગેરકાયદે મિલકતો પણ બેંકોની લોનના નાણાંને ડાયવર્ઝન દ્વારા ઉભી કરાઇ હતી. બ્લેક મનીના સર્જનમાં પણ આ કંપનીના પ્રમોટરોએ વ્યાપક ગુનાઇત કાર્યવાહી કરી હોવાનું પણ શોધી કાઢવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *