શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1808 થઈ

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 142749 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2101 થયો છે. ગત રોજ શહેરમાંથી 96 અને જિલ્લામાંથી 108 દર્દીઓ મળી 204 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 138840 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગત રોજ શહેરમાં 48 અને જિલ્લામાં 23 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 71 કેસ પોઝિટિવ નોંધાયા હતા.

શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડા અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1808 થઈ ગઈ છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી મ્યુકોરમાઇકોસિસના નવા 06 કેસ સામે આવ્યા હતા. હાલ મ્યુકોરમાઇકોસિસના 163 દર્દી સારવાર લઈ રહ્યા છે. મ્યુકોરમાઇકોસિસના 05 દર્દીની સર્જરી કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *