એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંચાલિત દેશના 135થી વધુ એરપોર્ટમાંથી 20 જેટલા એરપોર્ટના ઓપરેશનલ એરિયા તેમજ રનવે સુધી પ્રાણીઓ ઘૂસી ગયા હોવાની ઘટના નોંધાઈ છે.
જેમાં ગાય તેમજ વાંદરા અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચ્યા હોવાની ઘટના નોંધાઈ છે જે બર્ડ હીટ કરતા પણ વધુ ભયજનક છે. દેશના 20 એરપોર્ટમાં પ્રાણીઓ ઘૂસવાની ઘટનામાં ગુજરાતના અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરત સામેલ છે.
બીજી બાજુ આ જ સમયગાળા દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર બર્ડહિટની 59 ઘટના નોંધાઈ હતી. અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત, કંડલા એરપોર્ટ પર બર્ડહિટની ઘટનાઓ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, જો બર્ડ હિટને કારણે કમનસીબે કોઈ દુર્ઘટના બને તો ફ્લાઇટમાં સવાર 200 જેટલા મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે. જો આ જ ઘટનાને ધ્યાને રાખીએ તો 59 વખત બર્ડ હિટમાં દુર્ઘટના થઈ હોત તો સરેરાશ 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોત.