સુરતમાં આવેલી સરકારી શાળાનો મુખ્ય ગેટ તૂટી પડતાં બે બાળકો દબાયાં

સુરતનાં વેડ રોડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલનો ગેટ આજે તૂટી પડ્યો હતો. શાળાનો મુખ્ય ગેટ તૂટી પડતાં તેની નીચે બે બાળકો દબાયા હતા. ઈજાગ્રસ્ત થયેલા બન્ને બાળકોને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે ઘટનાની જાણ થતાં વાલીઓ પણ શાળા ખાતે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.

વેડ રોડ વિસ્તારમાં આવેલા લક્ષ્‍મીનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહાત્મા જ્યોતિબા ફૂલે પ્રાથમિક શાળા ક્રમાંક નંબર ૧૮૦ માં સ્કૂલનો મુખ્ય દરવાજો તૂટી પડ્યો હતો. બાળકો શાળાનો મુખ્ય દરવાજો ખોલી રહ્યાં હતાં. તે દરમિયાન દરવાજો તૂટીને નીચે પડ્યો હતો. જેમાં બે બાળકો દબાઈ ગયાં હતાં. ગેટ નીચે દબાયેલા બન્ને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

દુર્ઘટનાને પગલે વાલીઓ શાળા પર દોડી આવ્યાં હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. નોધાનીય છે કે ર્ગત વર્ષ બાયત વિસ્તારમાં આવેલી શાળામાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં એક બાળકના મોત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *