હવે અમદાવાદ માં હાઈજેનિક મસાલા સાથે સ્વાદ રશિકો ને મળશે ટેસ્ટી ફૂડ, જાણો શું છે આ મસાલા ની ખાસિયત

અમદાવાદી ખાવાના ખુબ જ શોખીન ગણાય છે. દર અઠવાડિયે બહાર જમવાનું એ જ અમદાવાદી ની વિશેષતા ગણાય છે.

આવા શોખ ને લીધે ક્યારેક એસિડીટી અને છાતીમાં બળતરા થવાની ફરિયાદ પણ કરતા રહે છે જેનું મુખ્ય કારણ હોટેલ્સ માં વપરાતા ગરમ મસાલા હોઈ શકે…..

અમદાવાદમાં નવરંગપુરામાં શરૂ થયેલી “અર્બન ટેસ્ટ્રી” કે જેમાં ઘર ના રસોડામાં વપરાતા મસાલાના ઉપયોગ થકી નવીનતમ સ્વાદ આપવાની શરુઆત કરી છે.કોઈપણ પ્રોફેશનલ શૈફ ના હોવા છતાય રોજ રોજ એક જ પ્રકાર નો સ્વાદ… એજ એની ખાસિયત છે.

ખુબજ અલગ પ્રકારના કોન્સેપ્ટ સાથે શરુ થયેલી “અર્બન ટેસ્ટ્રી” માં ઓથેન્ટિક મસાલા ના ઉપયોગ થકી “ઓથેન્ટિક ટેસ્ટ”નો આસ્વાદ કરાવામાં આવે છે.બહારના ગરમ મસાલા કે મસાલાના મિશ્રણના ઉપયોગ ને બદલે પોતાની જાતે તૈયાર કરેલ મસાલાના મિશ્રણ થકી એક સરખો ટેસ્ટ જાળવી રાખે છે.

“અર્બન ટેસ્ટ્રી” ના શરૂ કરેલા નવરંગપુરાના આઉટલેટ ઉપર ઉમળકાભેર આવકાર…ફુદીના પાન સાથેનું મિનરલવોટર…. અલગ જ પ્રકાર ના ડિસ્પોઝેબલ થકી અલગ-અલગ વાનગીઓ પીરસવામાં આવે છે

“અર્બન ટેસ્ટ્રી” ના ડાયરેક્ટર શ્રી મનોજકુમાર કે જેઓ ખાવાના ખુબજ શોખીન છે તેમણે અલગજ પ્રકારના ટેસ્ટ ડેવલપ કરેલ છે.છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયની મેહનત અને પ્રત્યક્ષ દેખરખ હેઠળ બનાવેલ અલગ અલગ વાનગીઓ આજે સ્વાદ રસિકો ને “ઓથેન્ટિક ટેસ્ટ” પૂરું પાડી રહેલ છે. સંપૂર્ણ હાઇજેનિક રીતે તૈયાર થતી વાનગીઓ…ટેસ્ટ….આવનારા દિવસોમાં અમદાવાદના સ્વાદ રસિકો માટે આગવું સ્થાન બનાવશે.

પંજાબના ટેસ્ટના “છોલે ભટુરે”, આગ્રાના ટેસ્ટની “પીઠી પૂરી”…. આવું ઘણું બધું… વિવિધતા ધરાવતી વાનગીઓ “અર્બન ટેસ્ટ્રી” દ્વારા શરુ કરવામાં આવેલ છે.
“સેન્ટ્રલ કિચન” ના નવીનતમ કોન્સેપ્ટ સાથે શરુ કરેલ “અર્બન ટેસ્ટ્રી” માં ફૂડની ક્વોલીટી રોજે રોજ મોનીટર કરવામાં આવે છે અને એક સરખો સ્વાદ જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહેલ છે.

તો જાણો અને માણો હાઇજેનિક મસાલાઓ નો સ્વાદ ‘અર્બન ટેસ્ટ્રી’માં

URBAN TASTRY
Shop No-2, Dhaval Complex,
Behind Navrangpura Post Office,
Navrangpura, Ahmedabad – 380009.
Contact : +91 99247 71851, +91 98240 10980

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *