તણાવથી ભરેલું જીવન, અનિયમિત ખાણી-પીણી તેમ ભાગદોડથી ભરેલી લાઇફને લઇને આજકાલ લોકોમાં માનસિક રોગની સમસ્યા વધતી જઇ રહી છે. તે ફક્ત મોટી ઉંમરના લોકોને જ નહી પરંતુ નાના-નાના બાળકોને પણ માનસિક રોગ માઇગ્રેન તેમજ ડિપ્રેશન જેવી ગંભીર સમસ્યા થઇ રહી છે.તો ઘણા લોકોને આ બિમારી ભેટમાં મળી છે.
માઇગ્રેનનો દુખાવો ખૂબ ગંભીર હોય છે. જેમા માથાનો દુખાવો થવા લાગે છે. આ બિમારી અન્ય બિમારીને પણ આમંત્રણ આપે છે. જેમા ચક્કર, આંખો નબળી થવી , ઉલ્ટી અને નબળાઇ સાથે થાક લાગવા જેવી સમસ્યા થાય છે.
માઇગ્રેનની બિમારી ત્યારે થાય છે જ્યારે માથાની અંદરની રક્ત નળીઓ સંકોચાઇ જાય છે અને માથાના અનેક ભાગમાં રક્ત સંચાર ઓછું થવા લાગે છે. જેના કારણે દ્રષ્ટિ દોષનો આભાસ થાય છે. તે બાદ માથાની બહારની રક્ત નળીઓ ફેલાવા લાગે છે. જેથી માથમાં ગંભર દુખાવો થવા લાગે છે. આ રોગથી બચવા માટે તમારે તમારી લાઇફસ્ટાઇલની સાથે ખાણી પીણી પર પણ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. જોકે આજે અમે તમને માઇગ્રેનથી બચવા માટે ઘણા ઘરેલું નુસખા અંગે જણાવીશું
માઇગ્રેશન કેમ થાય છે?
અત્યાર સુધી કોઇ પણ શોધમાં જાણકારી નથી મળી કે તેના હોવાનું કારણ શું છે. પરંતુ આ કયા કારણોથી વધે છે તે જણાવી શકાય છે. માહિતી અનુસાર બ્રેઇનમાં રહેલ કેમિકલ સેરોટોનિન જ્યારે નિશ્ચિત લેવલથી ઓછુ થવા લાગે છે ત્યારે માઇગ્રેઇન ટ્રિગર કરે છે. આ ઉપરાંત તીવ્ર રોશનીમાં
શું છે ઘરેલૂ ઉપાય?
આદુનો એક નાનકડો ટુકડો દાંતની વચ્ચે દબાવી લો અને તેને ચૂસતાં રહો. માઇગ્રેઇનના દુખાવાને ઓછો કરવામાં મદદ મળશે.
તજને દળીને તેની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને માથા પર લગભગ અડધા કલાક સુધી લગાવીને રાખો. દુખાવાથી રાહત મળશે.
જ્યારે પણ માઇગ્રેઇનનો દુખાવો થાય, બરફના ચાર ક્યૂબ્સને રૂમાલમાં લપેટીને તેને માથા પર રાખો. લગભગ 15 મિનિટ સુધી આમ કરો. તેનાથી તમને માથાના દુખાવામાં ઘણો આરામ મળશે.
તીવ્ર રોશનીથી પણ માઇગ્રેઇનનો દુખાવો થાય છે. એવામાં માઇગ્રેઇનની સમસ્યા થવા પર તીવ્ર રોશનીથી શક્ય હોય તેટલું દૂર રહો.
દરરોજ સવારે ખાલી પેટ થોડોક ગોળનો ટુકડો મોઢામાં રાખો અને ઠંડાં દૂધની સાથે પી જાઓ. દરરોજ સવારે તેના સેવનથી માઇગ્રેઇનના દુખાવામાં ઘણો આરામ મળે છે.
ઘોંઘાટથી દૂર શાંત રૂમમાં સૂઇ જાઓ. સારી અને પૂરતી ઊંઘ લેવા પર માઇગ્રેઇનની સમસ્યામાં આરામ મળે છે.
લવિંગના પાઉડરમાં મીઠું નાંખીને તેને દૂધની સાથે પી લો