રાજય સરકારે હોટલ-રેસ્ટોરન્ટ, જીમ 11 જૂનથી ખોલવા માટે મંજૂરી આપી છે પણ સુરતની હોટલ-રેસ્ટોરન્ટો પાલિકાના કોવિડ હેલ્થકાર્ડ વિના ખોલી શકાશે નહીં. શહેરમાં દરેક દુકાનદારો અને વેપારીઓ માટે પાલિકાએ ગ્રીન અને વ્હાઈટ હેલ્થ કાર્ડ ફરજિયાત કર્યા છે.
જેમાં તેમણે વેક્સિન લીધી હોય કે અગાઉ કોરોના થયો હોય તેની નોંધ કરવાની હોય છે. જો વેક્સિન લીધી ન હોય અને કોરોના ન થયો હોય તો દર સોમવારે વેપારીએ અને તેમની દુકાનમાં કામ કરતા કર્મચારીએ કોરોના રિપોર્ટ કરાવીને દુકાનમાં વ્હાઈટ કાર્ડમાં નોંધ લખવાની રહે છે. આ બંને કાર્ડ ગ્રાહકોને દેખાય તે રીતે મૂકવા ફરજિયાત છે. અા નિયમ હવે હોટલ અને રેસ્ટોરન્ટને પણ લાગુ પડશે. અને જો પાલન નહીં થાય તો બંધ કરાવી દેવાશે, તેમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.જે હોટલોમાં ભીડ ભેગી થશે તેને બંધ કરાવી દેવામાં આવશે.