ઉધનાનું કપલ ડુમસથી પાછું ફરતા મગદલ્લા ચોકડી પાસે અકસ્માતમાં મોત

ડુમસથી પરત ફરી રહેલાં ઉધનાના ફિયાન્સ-ફિયાન્સીનું બાઇક મગદલ્લા ચોકડી પાસે બુધવારે સાંજે ઓવરટેક કરવા જતાં ટ્રકના પાછલા વ્હીલમાં ઘુસી જતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. ટૂંકી સારવાર બાદ બંનેના મોત થયાં હતાં. 21 દિવસ પહેલાં બંનેની સગાઈ થઈ હતી.

નંદુરબારના આમલાડગામે રહેતા અને ઉધનામાં ભાઈને ત્યાં રહેવા ે આવેલા 25 વર્ષીય પંકજ મહેન્દ્ર સાળી તેની 25 વર્ષીય ફિયાન્સી ભાવના દિલીપ સાતપુત્રે સાથે ડુમસ ફરવા ગયો હતો. પંકજ સાથે તેનો ભાઈ અક્ષય અને અન્ય બે મિત્રો પણ ગયા હતા. બપોરે 3 વાગ્યે ઘરે ફરતા સમયે એસકે નગર ચોકડી પાસે ઓવર ટેક કરવા જતાં પંકજની બાઇક ટ્રકના પાછલા વ્હીલમાં ઘુસી જતાં બંને પરથી ટ્રકનું વ્હીલ ફરી ગયું હતું. બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બન્નેના મોત થયાં હતાં. બનાવ અંગે ઉમરા પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *