સુરત ફાયર વિભાગે હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 6 દિવસ કાર્યવાહી અને 3 દિવસના વિરામ બાદ ફરી ફાયર વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગે 1 હોસ્પિટલ, 14 હોટલ અને 3 કોમર્શિયલ એકમો સીલ કર્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ 11 જૂન 2021થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે. મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઇકોર્ટના આદેશને પગલે ફાયર સેફ્ટીમાં ખામી જણાતાં એકમો સામે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી મધરાતથી સવાર સુધી આ કાર્યવાહી ચાલુ રાખી હતી.