મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 142230 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2094 થયો છે. ગત રોજ શહેરમાંથી 101 અને જિલ્લામાંથી 61 મળી 162 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.
આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 137736 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.
સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. કોરોનાના કેસમાં સતત ઘટાડા સાથે 3 મહિના બાદ શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને 100 પર પહોંચી ગઈ છે. ગત રોજ શહેરમાં 63 અને જિલ્લામાં 37 કેસ સાથે બુધવારે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 100 કેસ પોઝિટિવ નોંધાયા હતા.પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2400 થઈ ગઈ છે. સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના નવા 3 દર્દી દાખલ થયા હતા જયારે 2 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.તેમજ 1 દર્દીને રજા આપવામાં આવી હતી